ગઢસીસાની કન્યા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકની બદલી થતા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

માંડવી તાલુકાની પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવતા રીન્કુલભાઇ અંબાલાલ પંડ્યાની મુન્દ્રા તાલુકાની ટુંડા પ્રાથમિક શાળામાં માંગણીથી બદલી માંગતા તેમની બદલી થતાં ટુંડા પ્રાથમિક શાળામાં હાજર થયા હતા. તેઓની કન્યા શાળા માંથી બદલી થતા કન્યાશાળામાં તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મા રીંકુલભાઇ પંડ્યાને પ્રતીક ભેટ રૂપે આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ ભાવસાર તેમને સતત પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે શાળાના સ્ટાફ જસ્મીન ગોસ્વામી, પિનાબેન પટેલ, રીંકુબેન સંઘાણી, મિતલબેન પટેલ, રુચાબેન જોષી, તેમજ સ્મિતાબેન રામાનંદી વગેરે સ્ટાફ હાજર રહ્યો હતો રીંકુલભાઇ પંડ્યાએ કન્યા શાળાની તમામ બાલિકાઓને મીઠું મોઢું કરાવ્યું હતું. તેમજ તેમની શાળાની યાદોને તાજી કરી હતી. આ શાળાના સ્ટાફ તરફથી ને ગામ લોકો નો સારો સહયોગ મળ્યો હતો. અને ખાસ શાળાની વિદ્યાર્થીનીઓના તેમણે વખાણ કર્યા હતા અને આખો માં આંશુ આવી ગયેલ હતા અને ભાવુક બની ગયા હતા અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કાનજીભાઇ મહેશ્વરી તથા આભારવિધિ અર્જુનભાઈ મોદીએ કરી હતી.( રિપોર્ટ બાય : દીલીપ જોશી ગઢસીશા)