આસ્થાએ મજદૂર પરીવારજનોના મુખડાઓમાં ખીચડી સાથે મીઠાઈ અર્પણ કરી હોળીનો ચહેરાઓમાં હાસ્ય રંગ ભર્યો

આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ(સેવા-શિક્ષણ-આરોગ્ય) દ્વારા ભુજની આજુબાજુના વિસ્તારોમાં પરપ્રાંતીય રંક મજદૂર પરીવારજનોની ઝુપડપટ્ટી વસાહતોમાં દેશી ઘી મિક્સ ખીચડી અને પ્યોર દેશી ઘી બનાવટની શુધ્ધ મીઠાઈ પ્રસાદનું વિતરણ કરી આ મુખડાઓ ખિલખિલાટ કિલવિલાહટ કરતાં ફાગણ માસની અજવાળી આમલકી એકાદશીનો મિઠાશભર્યો મુસ્કાનથી હોલીના પૂર્વ તૈયારી રૂપે રંગીન કર્યા ચહેરાઓ ટ્રસ્ટના મુખ્ય ચેરમેન પરેશભાઈ પ્રેમજીભાઈ ઠક્કર તથા વિનેશ આર. સચદે અને પંકજકુમાર વ્યાસ સાથે સેવાભાવી છકડા ચાલક વિપુલભાઈ ઠક્કર રહ્યા હતા.