કચ્છ સરહદેથી BSF ના જવાનોએ એક પાકિસ્તાની યુવાનને ઝડપી પાડ્યો.
કચ્છના પશ્ચિમી સરહદ બોર્ડર સિકિયોરિટી ફોર્સે કચ્છના રણસરહદ પાસેથી એક 35 વર્ષના પાકિસ્તાનની યુવાનને ઘુણસખોરી કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે BSFની બટાલિયન 79 ના જવાનોએ તેને વિગોકોટ પાસે બોર્ડર પીલર 1127 પાસેથી તેની ધરપકડ કરી હતી. જે યુવાનની ધરપકડ કરવામાં આવી તેનું નામ મોહમ્મદ અલી છે તથા તે પાકિસ્તાનના સિંધનો રહેવાસી છે. તેમજ હાલમાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. BSF દ્વારા ઘુણસખોરીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘણા લાંબા સમય પછી ભારતે કચ્છના રાણસીમાંએથી પાકિસ્તાનની ઘુણસખોરની ધરપકડ કરી છે. અગત્યનું છે કે , થોડાક દિવસો અગાઉ પણ 3 મે 2016માં કચ્છની સરહદેથી ઘુણસખોરી કરનાર જાવેદ રાણા તથા 13 મે 2016ના રોજ રહિમ બંને ઘુણસખોરોને આ કેસમાં ખાવડા કોર્ટે 1 વર્ષ 4 મહિનાની કેદ તેમજ 5 હજાર દંડની સજા ફટકારી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.