અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીપળી કાઠામાં પોતાની માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા બાંકડા મૂકી દેવાય અને ૧૦ હજાર રૂપિયાનું નુકશાન કરવામાં આવ્યું તોઆ ગરીબ પરિવારને ન્યાય ક્યારે મળશે?

જાફરાબાદમા પીપળી કાઠામાં પોતાની માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા બાંકડા મૂકી દેવાયા અને ૧૦ હજાર રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું. જાફરાબાદમાં પીપળી કાંઠા વિસ્તારમાં રહેતા વશરામભાઈ સોલંકી ની પોતાની માલિકીનું મકાન હતું. ૧ વર્ષ પહેલા મકાન પડી ગયેલ હોવાથી અને તેમને બનાવવા માટે નગરપાલિકા પાસે મંજુરી માંગેલ પણ પાલિકા ઊલટા ચોર અને કોટવાલ ને દાટે દેવો ધાટ જોવા મળ્યો. અગાઉ પણ વશરામભાઈ એ નગરપાલિકામાં મંજુરી માંગેલ પણ આપવામાં આવેલ નથી. કેટલાય લોકોની મંજૂરી આપેલ છે. પણ આ લોકોને કેમ નહીં. અમારી સાથે રાખ દેશ રાખ્યો એવું વશરામભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે. અગાઉ વશરામભાઈ દ્વારા પોલીસમાં પણ ફરિયાદ કરેલ પણ અમુક પાલિકાના સદસ્ય દ્વારા ખોટી રીતે અમારી સામે ફરિયાદ કરે અને અમો પોલીસ સ્ટેશન ગયા અમારા આધાર પુરાવા રજુ કર્યા હતા. અને સામે પાલિકા પાસે કોઇપણ જાતના પુરાવા નથી. છતાં પણ અમને વારંવાર હેરાન કરવામાં આવ્યા છે. અને અમુક પોલીસ સ્ટેશન જઈએ તો ત્યાંથી પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે. તમે સમાધાન કરી લ્યો. અને તમારી ફરિયાદ પાછી લઈ લ્યો. તો અમે અમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવીએ. અમે અત્યારે ભાડાના મકાનમાં રહીએ છીએ. અને પાલિકા દ્વારા ૧૦ હજાર રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે. તે મુદો તો અલગ થઈ ગયો છે. પણ અત્યારે હાલમાં પાલિકાના સદસ્યો અમારી આજુ-બાજુના રહીશોને કહીને ખોટી ફરિયાદો કરાવે છે. અને અમારી આ માલિકીની જગ્યા ને પચાવી પાડવાનો પ્રયાસ કરાયો છે.એકબાજુ આ એક ગરીબ પરિવાર છે. અને મજૂરી કરીને તો ઘરનું ગુજરાન ચલાવે છે. તોઆ ગરીબ પરિવારને ન્યાય ક્યારે મળશે?. તોઆ પરિવાર દ્વારા એવું કહેવામાં આવે છે કે, અમને અમારી માલિકીની જગ્યા જો નહીં મળે તો અમે આત્મહત્યા કરી જશું?. તું આનુ જવાબદાર કોણ રહેશે.? તાજેતરમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ૨ દિવસ પહેલા પણ આવો બનાવ સામે આવેલ છે. તો જાફરાબાદ પાલિકાના સભ્યો દ્વારા ખોટી રીતે એક ગરીબ પરિવાર ની જગ્યામાં જી.સી.બી(JCB) લાવી તોડફોડ કરવામાં આવેલ છે. અને આ જગ્યામાં બાંકડા મુકી દેવામાં આવ્યા છે. આખરે તો આ ગરીબ પરિવારને ચીફ ઓફિસર ન્યાય અપાવશે ખરા?. તે જરૂરી છે. અને આ એક ગરીબ પરિવારની માલિકીની જગ્યા છે. આ ગરીબ પરિવાર પાસે મકાન બનાવવા માટે પૈસા ન હતા. તોઆ ગરીબ પરિવારને મકાન બનાવવા માટે મોડું થઈ ગયું. અને એકબાજુ લોકડાઉન હતુ.અને મજુરી કામ પણ બંધ હતું. તો મકાન ક્યાંથી નવું બનાવે. અમોને અત્યારે મકાન બનાવવા માટે નગરપાલિકા મંજૂરી આપતી નથી. અને હાલમાં અત્યારે ભાડે રહેવાનો વારો આવ્યો છે. અને અમોને ખોટી ધમકી આપવાનું બંધ કરો. પાલિકાના સદસ્યો અને ચીફ ઓફિસર દ્વારા આ પરિવાર યોગ્ય આપવામાં આવે તેવી માંગ છે.
રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા……