લીંબડી પોલીસ સ્ટેશનમાં પોલીસવડાનાં અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરાયું

વેપારીઓ પ્રબુદ્ધ નાગરિકો અને શહેરીજનોના પ્રશ્નો સાંભળ્યા નિર્ભય અને નીડર બની પોલીસને મદદરૂપ બનવા અપીલ કરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા દર વર્ષે જિલ્લાના પોલીસ મથકોની કામગીરી તથા પ્રજાજનોની સુખાકારીની સાચી પરિસ્થિતિ જાણવા માટે લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે લીંબડી પોલીસ સ્ટેશન માં જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો. લીંબડી શહેર તેમજ તાલુકા ગ્રામ્ય ની પરિસ્થિતિ જાણવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય આગેવાનો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે એસ.પી. મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે, નિર્ભય અને નીડર બની પોલીસને મદદરૂપ બનવા અપીલ કરી હતી. તેમજ લીંબડી માં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે કે નહીં ? તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.અને મીડીયાનો પણ આભાર માનીને કહ્યું હતું કે, આપ ગામની દરેક બાબતોથી જાણકાર હોવ છો તો આપ પણ અમને સહકાર આપો તેવી તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કરી હતી, આ લોક દરબાર માં લીંબડી માં થી વેપારી એસોસિએશન ના પ્રમુખ જાફરભાઈ કોઠીયા, પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, રઘુભાઈ ભરવાડ (વકીલ), કિશોરસિંહ રાણા , લલિતભાઈ સોલંકી, દલસુખભાઈ ચૌહાણ, પ્રદ્યુમનસિંહ ઝાલા, દાના ભાઈ ભરવાડ, ઇલેશભાઈ ખાંદલા , જાદવજીભાઈ મકવાણા હાજર રહીને એસ.પી. ને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ચોરી અટકાવવા માટે શહેર માં સી.સી.ટીવી લગાવવા, અનેક પ્રશ્નો નું નિરાકરણ લાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. અને લીંબડી સી.પી.આઈ. આર.જે.રામ, લીંબડી પી.એસ.આઈ. એમ. કે. ઇસરાણી, તેમજ સર્વ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહિયા હતા. અને એસ.પી. મહેન્દ્રકુમાર બગડીયા એ સર્વેનો આભાર વ્યકત કરયો હતો. બાદમાં લીંબડી ની વિવિધ જગ્યાઓની એસ.પી. મહેન્દ્રકુમાર બગડીયા એ રૂબરૂ મુલાકાત લીધી હતી.
રિપોર્ટર: મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696