બાપુનગર PSIએ હપ્તા વસૂલાત અંગે પોતાની પોલ ખોલી

મળતી માહિતી મુજબ/ રાજ્યમાં ભ્ર્સ્ટાચાર કરતા અધિકારીઓની સંખ્યા વધતી જાય છે તેવામાં અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા એક વેપારીની ડેકોરેશનની દુકાન બહાર એક શખ્સ લોડિંગ રિક્ષાની બેટરી ચોરવા આવ્યો હતો અને આ બાબતની જાણ વેપારીને  સીસીટીવી ફૂટેજના આધારે થઈ હતી. ચોરને જોઈ જતાં વેપારીએ તરતજ તેના મિત્રને જાણ કરી હતી અને  ચોરને પકડી બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. પોલીસ સ્ટેશનમાં હાજર PSI ચંદ્રસિંહ પરમારે વેપારીને જણાવ્યુ કે તાત્કાલિક ફરિયાદ નોંધીશું આવી મીઠી ગોળી પીવડાવી ઘરે મોકલી દીધા હતા અને બીજા દિવસે વેપારી મિત્રો પોલિસ સ્ટેશન ગયા ત્યારે ચોરને છોડી મુકવા બાબતે વાત કરતાં PSI પરમારે કહ્યું હતું કે જો ચોર અને  બુટલેગરોને પકડીશું તો અમારુ ઘર કઈ રીતે ચાલશે તેઓએ આપેલા હપ્તા ઉપર સુધી જાય છે.