કોરોના કાળ બાદ મોદીજી સૌપ્રથમ વાર વિદેશ યાત્રાએ ગયા: આજથી બે દિવસ બાંગ્લા દેશ ના પ્રવાસે

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ સુધી બાંગલાદેશ મધ્યે રોકાણ કરશે. પીએમ મોદી શુક્રવાર સવારે નવી દિલ્હીથી ઢાકા રવાના થયા હતા, જ્યા તે બાંગ્લાદેશની રચનાના 50 વર્ષ પુરા થવાના કાર્યક્રમમાં ભાગ લેશે. ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.