બરવાળા (ઘેલાશાહા) શહેરના ના કોળી સમાજનો નવયુવાન અજય લાલજીભાઈ ડાભી આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા

બરવાળા શહેરના કોળી સમાજનો નવયુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સામૈયા તથા સ્વાગત કરવામાં આવ્યું.બરવાળા ના કોળી સમાજના યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા ગ્રામજનો દ્વારા અબીલ ગુલાલની છોળો વચ્ચે ટુકડો ગાડી ઉપર રેલી સ્વરૂપે લઈ જવામાં આવ્યા,ગામનું ગૌરવ વધારતા સમગ્ર ગામજનો સામૈયામાં જોડાયા હતા અને વચ્ચે આવતા ગ્રામજનો અને સર્વ સમાજના લોકો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી ગામ આખામાં પોતાનો પ્રસંગ હોઈ તેમ યુવાનના સ્વાગત માં જોડાયા અને વન્દેમાતરમ અને ભારતમાતાકી જયના નારા લગાવ્યા ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા સૌ પ્રથમ માતા-પિતા, વડીલોના આશીર્વાદ લીધા અને દેવદર્શન કરી શહીદ યુવાનોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. ત્યારબાદ સામૈયામાં સામેલ થયા ડીજે ના તાલે વાજતેગાજતે સ્વાગત કર્યું. અજય દ્વારા જણાવ્યું હતું કે વધુમાં વધુ યુવાનો – બહેનો આર્મી જોઈન્ટ કરી ગામનું અને દેશનું નામ રોશન કરવું જોઈએ એજ દેશ સેવા છે.