કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે કચ્છ જિલ્લાના ગઢશીશામા લોકોમા માસ્ક પહેરવા અંગે જાગૃતતા આવે તે હેતુસર ગઢશીશા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું

હાલ માં કચ્છ ને ગુજરાત માં કોરોના ના કેસ વધવા ના કારણે ગઢસીશા માં લોકો ને જાગૃત કરવા માટે અને સરકાર શ્રી ના ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન થાય તે માટે ગઢસીશા પોલીસ સ્ટેશન ના પોલીસ ઈનસ્પેક્ટર આર.ડી.ગોજીયા સાહેબ ના માર્ગદર્શન હેઠણ ગામ માં લોકો ને માસ્ક પહેરીને ઘર થી બહાર નીકળવા નું અને વેપારીઓ ને પણ માસ્ક પહેરવું અને ગ્રાહકો ને પણ માસ્ક પહેરી ને અંદર પ્રવેશ કરાવવું એવું સૂચન કરવા માં આવેલ ત્યાર બાદ અલગ અલગ જગ્યા પર પોલીસ સ્ટાફ ગોઠવી ને માસ્ક પહેરવા નો આગ્રહ કરવા માં આવ્યો હતો અને જે લોકો માસ્ક વગર બહાર નિકળતા લોકો પાસે દંડ પણ વસૂલવા માં આવેલ હતો અને વારંવાર સૂચનો કરવા છતાં પણ જે લોકો તેનો અમલ ન કરતા લોકો પર કડકાઈ થી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી અને નિયમ જ્યાં સુધી લાગુ હશે ત્યાં સુધી લોકો એ આ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા નું રહેશે અને જે કોઈ લોકો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમના પાસે દંડ વસૂલવા માં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે અને અમારા સ્ટાફના માણસો દ્વારા ચુસ્તપણે પેટ્રોલિંગ પણ સતત ચાલુ જ રહેશે તેવુ પી.આઈ. આર.ડી.ગોજીયા સાહેબે લોકો ને સૂચન કર્યું હતું. રિપોર્ટ બાય: દિલીપસિંહ જાડેજા ગઢસીશા