આડેસર ચેક પોસ્ટ ખાતે પુર્વ બાતમી આધારે ટાટા કંપનીના ટ્રક માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે ફુલ કિ.રૂ.૪૫,૬૦,૨૭૫/- નો મુદ્દામાલ સાથે પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

તા.ર૮/૦૩/ર૦ર૧

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇશ.શ્રી. રાપર સર્કલ રાપર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી./જુગારની બદી  નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન પો સ.ઇ.વાય.કે.ગોહિલ નાઓને મળેલ બાતમી આધારે ટાટા કંપનીના ટ્રક.રજી.નં. RJ.14.જીકે.4124 વાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.