માંડવી તાલુકાના ભારાપર ગામમાં લાકડાના વર્કશોપમાં આગ લાગતાં દોડધામ

મળતી માહિતી મુજબ/ માંડવી તાલુકાના ભારાપર ગામમાં લાકડાના વર્કશોપમાં આગ લાગતાં કોલોમાં દોડધામ મચી જવા પામી હતી. આ આગ ને માંડ કાબુમાં લેવાઈ હતી. જો આ દરમ્યાન આગના લીધે કિંમતી સામગ્રી બળીને ખાક થઇ ગઇ હતી, જેના લીધે વર્કશોપના માલિકને મોટો નુકશાન પહોંચ્યો હતો. હોળીના દિવસે વહેલી સવારે 4 વાગ્યાના આસપાસ શોર્ટ સર્કિટના પગલે લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી આજુબાજુમાં રહેતા લોકો જાગી ગયા હતા અને એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. લોકોએ આગ અંગે માંડવી નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતાં આગબંબા સાથે દોડી આવેલી ટીમની 3 કલાકની જહેમતે આ આગ ને કાબુમાં લીધી હતી.