ભુજના માધાપર નવાવાસમાં મોટી બજારમાં ગટર લાઈનની કામગીરી શરૂ કરાઇ

માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલ મોટી બજાર ખાતે 15 માં નાણાંપંચ, નવાવાસ ગ્રામ પંચાયત,અને લોકભાગીદારીથી 40 વર્ષ જૂની ગટર લાઈન બદલવાની કામગીરી શરૂ કરાઇ છે,25 જેટલા ઘરોમાં આ કનેકસનો બદલશે. નવાવાસના ઉપસરપંચ અરજણભાઈ ભુડિયાના જણાવ્યા પ્રમાણે હાલ મોટી બજારમાં ગટર લાઈન બદલવાની સાથે પાણીની લાઈન બદલવામાં આવી રહી છે. સંપૂર્ણ કામમાં મજબૂત પી.વી.સી.પાઈપનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ કામ પૂર્ણ થતાં સી.સી.રોડ બનાવી દેવાશે. આવનારા દિવસોમાં જે વિસ્તારમાં જરૂરિયાત હશે તે વિસ્તારમાં પણ કામગીરી શરૂ કરાશે.
રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ