સાંસદના આદર્શ ગામ સુવઈમા કોરોનાના પંદર કેસ નોંધાયા

રાપર: હાલ કોવિડ 19 ના બીજા તબક્કામાં કોવિડ-19 કોરોના પોઝિટિવ ના કેસ બહાર આવી રહ્યા છે ત્યારે રાપર તાલુકા હેલ્થ કચેરી મા જવાબદાર અધીકારી ના લીધે એક સપ્તાહ મા રાપર તાલુકા મા રેપિડ એન્ટીજન ટેસ્ટ મા કોરોના પોઝીટીવ ના કેસો વધ્યા છે જેમાં લગભગ ચાલીસ થી વધુ રેપિડ એન્ટીજન ટેસ્ટ મા કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે પરંતુ રાપર તાલુકા હેલ્થ કચેરી દ્વારા એક પણ કેસ જણાવતાં નથી તો કચ્છ મોરબી ના સાંસદ અને પ્રદેશ ભાજપ ના મહામંત્રી વિનોદ ભાઈ ચાવડા ના આદર્શ ગામ સુવઈ મા એક સપ્તાહ મા પંદર જેટલા કોરોના વાયરસ ના કેસો બહાર આવ્યા છે જેમાં આજે એક જ દિવસમાં છ કેસ નોંધાયા છે છતાં પણ સાંજ ના પાંચ વાગ્યા સુધી કોઈ પણ જવાબદાર તાલુકા હેલ્થ ઓફિસર મુલાકાતે આવ્યા નથી તો ગામ મા વધુ કેસ ના આવે તે માટે સરપંચ હિરુબેન હરિલાલ રાઠોડ અને તલાટી મિતેશ પટેલ ઉપરાંત આગેવાનો વાડીલાલ સાવલા હરીભાઈ રાઠોડ મણીલાલ રાઠોડ સહિત ના આગેવાનો એ ગામ ના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. અને આગામી દિવસોમાં સુવઈ મા ધંધા રોજગાર તેમજ શાળા અને જાહેર સ્થળ ને બંધ રાખવામાં આવશે અને સજ્જ અમલ કરાવવા માટે કવાયત હાથ ધરી છે રાપર તાલુકા ના હેલ્થ ઓફિસર દ્વારા જો સાંસદ ના આદર્શ ગામ મા આવેલ કોવિડ-19 ના કેસો કે જે પંદર જેટલા નોંધાયા છે તે અંગે જાણી જોઈને આંખ આડા હાથ ધરી રહ્યું છે. તો અન્ય ગામોમાં કેવી સ્થિતિ હશે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોથી અજાણ એવા ધોરાવીરા ના ડોક્ટર ને તાલુકા હેલ્થ ઓફિસર નો ચાર્જ આપવામાં આવ્યો છે ત્યાર બાદ રાપર તાલુકા મા કોરોના વાયરસ ના કેસો વધ્યા છે કારણ કે તાલુકા હેલ્થ ઓફિસર ની નિષ્ક્રિયતા અને કોરોના વાયરસ ના રક્ષાત્મક ઉપાયો અંગે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી જો આગામી દિવસોમાં આવી જ સ્થિતિ રહી તો રાપર તાલુકા મા કોવિડ-19 ના કેસો વધવા માંડે તે દિવસો દૂર નથી તે બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી એ ધટતું કરી રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જાણકાર ડોક્ટર ને ચાર્જ આપવો જોઈએ જો આવી જ સ્થિતિ રહી તો કેસ વધુ બહાર આવશે આજે સુવઈ ખાતે ના કોવિડ-19 અંગે તાલુકા હેલ્થ ઓફિસર નો સંપર્ક કર્યો હતો પરંતુ ફોન ઉપાડવા ની તસ્દી લીધી ના હતી આમ રાપર તાલુકા મા તાલુકા હેલ્થ ઓફિસર ની લાપરવાહી જોવા મળી હતી.