મિતાણા ગામના એક પરિવારને આઠ શખ્સો દ્વારા અપાઈ રહ્યો છે ત્રાસ

મિતાણા ગામમાં રહીને ખેતીનું કામ કરતાં રફીક અજિતભાઈ ઠેબા દ્વારા ટંકારાની ફસ્ટ કલાસ જ્યુડિસિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યુ હતું કે આજથી ત્રણેક વર્ષ પહેલા ખાતર-બિયારણ માટે પૈસાની જરૂરિયાત પડતાં સમયમર્યાદે બાબુ છગન બોરિચા,બાબુ મનુ બોરિચા,વિક્રમ જેઠા બોરિચા,જેઠા નથુ બોરિચા,પિતા નથુ બોરિચા,સંજય ગેલા બોરિચા,જયદીપ બાબુ બોરિચા તથા રાહુલ બાબુ બોરિચા નામના શખ્સઓ પાસેથી એકથી દોઢ લાખ જેટલી રકમ એક ટકા વ્યાજ ઉપર લીધી હતી. પરંતુ તેની ચુકવણી દરમ્યાન 10 ટકા વ્યાજ વસૂલ કરવા ઉઘરાણી શરૂ કરી અને ગત તા.20.1.18 ના રોજ અપહરણ કરી તેમની સાથે મારકૂટ કરી બેહિસાબ માર મારી તેટલુજ નહીં તેમની બાઈકમાં પણ તોડફોડ કરીને નુકસાન કર્યું હતું. આ મામલા અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ભોગ થનારાને પરિવાર ફરિયાદ નોંધવા ગયેલ પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી ડી.આઈ.જી.ગાંધીનગર સુધી પણ રજૂઆતો કરેલ પરંતુ કોઈ પણ તપાસ થઈ ન હોવાથી ફરિયાદિએ કોર્ટમાં કરવામાં આવી ફરિયાદમાં ધાક-ધમકી આપીને સમાધાન કરવાનું દબાણ કર્યાનો આક્ષેપ પણ કરેલ છે. જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ દ્વારા આઠેય આરોપીઓ સામે ગુન્હો નોંધવાનો હુકમનો ફરમાન કરીને સમન્સ ઇસ્યુ કરતો હુકમ કર્યો છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *