દ્વારકામાં પિતાએ પુત્રને વધુ દારૂ પીવાની ના પાડતા પુત્રએ ઉશ્કેરાઈને પિતાના બંને પગ ભાંગ્યા.
દ્વારકામાં તા.11 /4ના રોજ પુત્રના વધુ પડતા દારૂ પીવાની આદતથી પિતાએ તેને દારૂ પીવાની ના પાડતા પુત્રએ ઉશ્કેરાઈને ત્રિકમના હાથાથી હુમલો કરી પિતાના બંને પગ ભાંગી નાખતા ફરિયાદ નોંધવામાં આવી છે. દ્વારકામાં નરસંગ ટેકરી નજીક રહેતા રાજાભા ભાયા નામના આધેડએ તેમના પુત્ર દેરાજભા રાજાભા ભાયાને ઘણું દારૂ પીવાની ના પાડતા પુત્રએ ઉશ્કેરાઈને ત્રિકમના હાથાથી રાજાભાને આડેધડ માર મારતા ઇજાઓ કરવાની અને બંને પગ ભાંગી નાખતા તેમને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે કિશનભા રાજભા ભાયાની ફરિયાદ ઉપરથી પોલીસે દેરાજભા રાજાભા ભાયા વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.