ભચાઉ શહેરમાંથી 6700નો ઇંગ્લીશ દારૂ ઝડપાયો.( આરોપી ફરાર )

ભચાઉ શહેરની સર્વોદય સોસાયટી આનંદપર વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ દરમ્યાન છાપો મારતા 6700નો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો રેડ દરમ્યાન આરોપી ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પીઆઇ એમ.આર.ગોઠાણીયાને મળેલ બાતમીના આધારે રમેશ અમરશી કોલીના મકાનમાં હેડ કોન્સટેબલ હરદેવસિંહ સરવૈયાએ રેડ દરમ્યાન બોમ્બે સ્પેશિયલ વ્હીસ્કીના ક્વાટરિયા નંગ-49 કિ.રૂ.4900 /- અને 18 બીયર મળી 6700 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. રેડ દરમ્યાન રમેશ અમરશી કોલી ત્યાંથી ફરાર થયો તેની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીએસઓ હસમુખભાઇએ માહિતી આપતા જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *