લીંબડી નગરપાલિકા સામાન્ય સભા બેઠક યોજાઇ


સદસ્યો ને ખાતા ઓની વહેંચણી કરવામાં આવી સામાન્ય સભા માં લીંબડી શહેર વિકાસ ને લગતા કામોમાં પ્રાથમિકતા આપવામાં આવશે…
આજ રોજ તા.૩૦/૦૩/૨૦૨૧ને મંગળવાર બપોરના પસી ના સમય મા લીંબડી નગરપાલિકાના પ્રમુખશ્રી જિજ્ઞાસાકુમારી વી.શુકલના અધ્યક્ષા સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું. લીબડી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દેવાંશુ એસ.પોટાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી એકાઉન્ટન્ટશ્રી આર.બી, સાનિયા ધ્વારા સને ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષનું બજેટ તૈયાર કરી રજુ કરવામાં આવેલ. જેમાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ખુલતી સીલક રૂા.૧૪.૬૩ કરોડ સાથે રૂા.૨૩.૯૭ કરોડ આવકનું આયોજન અંદાજેલ છે. જેથી કુલ આવક રૂા.૩૮.૬૧ કરોડ થતા જેમાંથી કુલ ખર્ચ રૂા.૩૪.૩૨ કરોડ થશે જેથી કુલ રૂા.૪.૨૯ કરોડનું પુરાંતવાળુ બજેટ રજુ કરેલ જે પૈકી વિકાસ કામ માટે રૂા.૨૪.૦૫ કરોડ ની જોગવાઈ કરવામાં આવેલ છે. લીંબડી શહેરના બાકી રહેલ રસ્તાઓના સી.સી. રોડ,ડામર રોડ કામો તથા નગરપાલિકાના નવા વિકસતા વિસ્તારો તથા છેવાડાના પછાત વિસ્તારોમાં નવી પાણી પાઈપ લાઈન નાખી નર્મદાનું પાણી સપ્લાય કરવાનું તથા શહેરમાં ઘર વપરાશ તથા વરસાદી પાણી નિકાલ માટે નવી ગટર બનાવવાનું આયોજન નગરપાલિકાન ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી કરવામાં આવશે તથા નગરપાલિકા વિસ્તરમાં સુંદર ટાઉન હોલનું બાંધકામ કરવામાં આવનાર છે. નગરપાલિકા દિગ્વિજય બાગમાં બાળ કીંડાગણ માટે નવા સાધનો ખરીદી કરી મનોરંજન સુવિધામાં વધારો કરવામાં આવશે તથા સરકારશ્રીની સુચના અનુસાર ” દીનદયાળ કલીનીક” (અર્બન હેલ્થ કલીનક) શહેરમાં સ્થાપી આમ જનતાની આરોગ્ય લક્ષી સેવાઓમાં વધારો કરવામાં આવનાર છે. જે બજેટ ” રોજ સામાન્ય સભામાં મંજુર કરવામાં આવેલ છે. તેમજ લીંબડી નગરપાલિકા ના તમામ સદસ્યો હાજર રહિયા હતા…
જિજ્ઞાષાબેન (બેલાબેન) શુક્લ પ્રમુખ, લીંબડી નગરપાલિકા