વધુ સંપર્ક ધરાવનારને કોરોના વિરોધી રસીકરણમાં અગ્રીમતા આપવા બોટાદ જિલ્લા કલેક્ટરની તાકિદ


બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી વિશાલ ગુપ્તાએ કોવીડની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહિવટીતંત્રને વધુ સંપર્કની શક્યતા ધરાવતા જૂથોને રસીકરણમાં અગ્રીમતા આપવાની તાકિદ કરી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ એસ.ટી વિભાગના ડ્રાઈવર – કંડકટર, પી.જી.વી.સી.એલ અને બેંકના અધિકારી– કર્મચારીશ્રીઓ, તમામ દુકાનદાર – વેપારીઓ, એ.પી.એમ.સી. – રજિસ્ટ્રારના કર્મચારીઓ તથા ધાર્મિક સ્થળના લોકો સહિતના તમામ સંબંધિત વિભાગોને આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી મોટી સંખ્યારમાં કોરોના સામે રક્ષણ આપતી રસી મુકાવવા તાકીદ કરી છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને ચાલતી રસીકરણ કામગીરી અંગે રિવ્યૂ કરી તેના આધારે જરુર જણાય ત્યાંિ કોરોના રસીકરણ અંગેના કેમ્પનું આયોજન કરવા માટે પણ સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ ૬૦ થી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો તેમ જ ૪૫ થી વધુ વય ધરાવતા વય જૂથને રસીના બંને ડોઝ આગામી દસ દિવસમાં આપવામાં આવે તે પ્રમાણે આયોજન કરવાના દિશા-નિર્દેશ પણ આપ્યા હતા.