માંડવી તાલુકાના કોટડી મહાદેવપુરી ગામ તળની સિમમાં પવનચકીના કારણે એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું

માંડવી તાલુકાના કોટડી મહાદેવપુરી ગામ તળની સિમમાં એક રાષ્ટ્રીય પક્ષી મોર પવનચકીના વીજ વાયર પસાર કરવા ના પોલ પાસે મૃત હાલત મા જોવા મળેલ આ મોરની ગામમાં જાણ થતાં ત્યાં સ્થળ ઉપર લોકો ઉપસ્થિત થયા હતા અને આ બનેલી સમગ્ર ઘટના પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને લોકો માં આક્રોશ જોવા મળેલ હતો અને આવી ને આવી ઘટના અનેક વખત બને છે. છતાં પણ તંત્ર આ પવનચકી વારાઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરતી નથી અને આનાથી અગાઉ પણ આવી ઘટના ગટેલ ત્યારે એમ કહેવામાં આવ્યું કે આને પોસ્ટમોર્ટમ માટે મોકલાવેલ છે અને હાલ માં અહીં ના જવાબદાર અધિકારી પટેલ સાહેબ ને પૂછતાં તેમણે જણાવ્યું કે કંપની ને નોટિસ મોકલાવેલ છે તેવું જણાવેલ પરંતુ એક મહિના થી ઉપર સમય વીતી ગયો છતાં કોઈપણ જાતની પવનચકી વાળા ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી. અને આર.એફ.ઓ.પ્રજાપતિને આ વાતની જાણ કરવા અનેક ફોન કર્યા પરંતુ તેમણે એક પણ ફોન ઉપાડેલ જ નહતો તેવું પણ ગામ લોકો એ જણાવ્યું અને આ હાલમાં મોરનું મુત્યુ થયું છે. તેના વિસે જો યોગ્ય તપાસ અને કાર્યવાહી નહિ કરવામાં આવે તો અમને ના છૂટકે ઉગ્ર થવું પડસે ને જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી રજુઆત કરશુ તેવું ગામના ઉપ સરપંચ ગામ લોકો તેમજ ગ્રામ પંચાયતના સદસ્યએ જણાવ્યું હતું. 

રિપોર્ટ બાય: દિલીપસિંહ જાડેજા ગઢસીશા