કચ્છ જિલ્લામાં 2 દિ’માં 2થી વધુની તીવ્રતાના 5 આંચકા અનુભવાયા હતા


મળતી માહિતી મુજબ/ કચ્છ જિલ્લામાં હોળી-ધુળેટીના પર્વના દિવસે આંચકા અનુભવાયા હતા. રફતાર વધી હોય તેમ બે દિવસમાં બેથી વધુની તીવ્રતાના 3 સહિત 5 આંચકા સાથે ધરતી ધ્રુજી હતી. હોળીના દિવસે રવિવારના રાત્રે 9.16 કલાકે દુધઇથી 12 કિ.મી.ના અંતરે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં 2.8ની તીવ્રતા સાથે આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ જવાહરનગરમાં નોંધાયું હતું. તો વળી ધુળેટીના દિવસે 10 કલાકમાં 2ની તીવ્રતાના 2 સહિત 4 હળવા કંપન આવ્યા હતા. તા.29-3ના ભચાઉથી 13 કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં સવારે 5.47 કલાકે 1.9, 8.18 કલાકે રાપરથી 27 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં 1.2ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો.