આજરોજ ભારતીય જનતા પાર્ટીનો 39મો સ્થાપના દિન હોતા BJP ના કાર્યકર્તાઓ દ્વારા સરકારની યોજનાનો લાભ ઘરે-ઘરે પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા.
આજે ભારતીય જનતા પાર્ટીનો 39માં સ્થાપના દિન નિમિતે BJP ના સમગ્ર કાર્યવર્તુળના સભ્યો ભુજ શહેર સંગઠન તથા માધાપર અને ભુજ મધ્યેના સોમૈયાનગરના રહેવાસીઓ સાથે મળી BJP એટ્લે કે રાજ્ય સરકાર દ્વારા લોકોની જરૂરિયાતોને સંતોષવા તથા જનકલ્યાણર્થે કરાયેલા કાર્યો બાબતે ઘરે-ઘરે સમજ આપવા નીકળેલ સોમૈયાનગર વિસ્તારના રહેવાસી દ્વારા કરાયેલ સાર્વજનિક પ્લોટમાં બ્લોક પથરાઇ જાય કે જેથી સોસાયટીના લોકો તેનો સદ ઉપયોગ કરે તેવી માંગ હતી. એ માટે ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી ડો.નીમાં બહેન આચાર્ય દ્વારા રૂ.10.00.000 ની ગ્રાન્ટ મંજૂર કારવાઈ છે. સવાર પ્રકારથી સોમૈયાનગરથી શુરૂ કરી દરેક જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે ભાઈઓ બહેનો દ્વારા ઘરે-ઘરે જઇ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેનો લાભ લોકો અચૂક મેળવે તે માટે પેમ્પલેટ વિતરણ કરી સમજ આપવામાં આવેલ.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.