કાળીપાટનાં યુવકે ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી હતી

મળતી માહિતી મુજબ/ કાળીપાટમાં રહેતા યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા પી લેતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. યુવકનાં પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે, યુવક એક ભાઈ બે બહેનમાં મોટો છે. પુત્ર સાહિલનું મામાની દિકરી સાથે પ્રેમસંબંધમાં હતો. જેથી ગઈકાલે યુવકે પિતાને જણાવ્યુ કે મારે તેણીની સાથે લગ્ન કરવા છે. યુવકની નાની ઉમર હોતા પિતાએ ના પાડી મોટી ઉમર થાય પછી કરીશું તેવું કહ્યું હતું. જેથી લગ્ન માટે ઉતાવળા બનેલા યુવકે ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનનાં સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.