સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં કોરોના વેક્સિન મહા અભિયાન અંતર્ગત લીબંડી શહેરના લોકોને કોરોનાની રસી આપી રક્ષિત કરાયા

કહેવામાં આવે તો લીબંડી શહેર સમસ્ત વેપારી એસોસીએશન દ્વારા આજના દિવસે પોતાના રોજગાર ધંધા બંધ રાખી શહેરના વિવિધ સ્થળો પર વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ વેક્સિન કાર્યક્રમમાં 1000 વ્યક્તિઓને કોરોના ની રસી આપી સુરક્ષા કવચ આપવાનું લક્ષ્યાંક છે. લીંબડી વેપારી એસોસીએશન જ્યારે નગરજનો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો વધારે ને વધારે વેક્સિન લઈ અને સુરક્ષિત રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે આ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ શકે તે ઉદેશ્યથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.લીંબડીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 10 જેટલી ટીમો બનાવી રસીકરણ માટે આયોજન કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો તારીખ 16 જાન્યુઆરી થી લઈને અત્યાર સુધીમાં લીબંડી શહેરમાં 3600 ગ્રામ્ય માં 5300 અને 2000 ફ્રરન્ટલાઈન કોરોના વોરિયર્સ મળી 10,800 covid-19 રસી લઇ ચૂક્યા છે.જેમાં મોટાભાગના લોકોએ વેક્સિન સુરક્ષિત હોવાનો મત રજૂ કર્યો છે અને જણાવ્યું હતું કે રસી લીધા પછી શરીરમાં એન્ટીબોડી કાઉન્ટ વધે છે જે કોરોના સામે લડવામાં ખૂબ મદદરૂપ થાય છે અને એક સુરક્ષા કવચ પૂરું પાડે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લીંબડી શહેરના ઉધોગપતિ બાબુભાઈ જીનવાળા, જાફરભાઈ કોઠીયા, મુકેશભાઈ શેઠ, દેવાભાઈ સોની, શંકરભાઈ દલવાડી, રવિલાલ શાહ, દલસુખભાઈ ચૌહાણ સહિતના વેપારીઓએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા
મો-9723974004, મો-9016979696