રાપર નગરપાલિકાએ ગટર ડ્રેનેજ માટે જેટીંગ મશીનનું લોકાર્પણ કર્યું

રાપર: વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર નગરપાલિકા એ શહેરમાં ગટર લાઈન ચોકઅપ થાય તેની સફાઇ કરવા માટે નગરપાલિકા એ પાંત્રીસ લાખ સતયાવીસ હજાર ના ખર્ચે વરસાવ્યું છે તે આજે શહેર ના લોકો તેમજ આસપાસના ગામોમાં સુવિધા ઉપલબ્ધ થાય તે માટે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ વિશેષ પદે શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની તેમજ અતિથિ પદે ઉપ પ્રમુખ મહેશ્વરી બા ભીખુભા સોઢા શાસક પક્ષ નેતા હેતલ બેન નિલેશભાઈ માલી કારોબારી ચેરમેન કાનીબેન પીરાણા સફાઈ સમિતિ ના ચેરમેન નરેન્દ્ર સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. તો જેટીંગ મશીન ની પુજન વિધિ ઉમેશ સોની ભીખુભા સોઢા નરેન્દ્ર સોની નિલેશ માલી રામજીભાઈ પિરાણા દિનેશ ભાઈ ચંદેલવિગેરે એ કરી હતી અને શહેરીજનોને ગટર યોજના ની લાઈન તેમજ સફાઈ માટે એક સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નગરપાલિકા ની ટીમ નગર ના વિકાસ મા ઉતરોત્તર પ્રગતિશીલ કાર્ય કરી રહી છે. તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ચીફ ઓફિસર મૌલિક વૈંશ મહેશ સુથાર કિશોર ઠક્કર બળવંત ઠક્કર લાલજીભાઈ કારોતરા કાનજી આહિર લક્ષ્મી બેન ગૌસ્વામી મુકેશ ઠક્કર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ આજે રાપર નગરપાલિકા દ્વારા ગટર યોજના માટે એક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ રહી છે.