કચ્છ જિલ્લામાં ત્રણ દિ’માં કોરોનાથી ચારના મોત

મળતી માહિતી મુજબ/કચ્છમાં અેપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ કોરોનાની સારવાર દરમિયાન ચાર દર્દીના મોત નિપજ્યાં છે. બીજી તરફ શનિવારે વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં શહેરોના 17માંથી અંજારમાં 5, ભુજ અને ગાંધીધામમાં 6-6 કેસ નોંધાયા છે. જ્યારે ગામડાના 9માંથી અબડાસા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, માંડવી, રાપરમાં 1-1, મુન્દ્રામાં 3 કેસ નોંધાયા છે.