ભુજ શહેરમાં 42 ડિગ્રી સાથે ઉનાળાના આકરો તાપમાન ઉચકાયો

મળતી માહિતી મુજબ/ ભુજમાં આંશિક રાહત સાથે મહત્તમ 42 ડિગ્રી રહેતાં બીજા ક્રમનું ગરમ શહેર બન્યું હતું. કંડલા એરપોર્ટ મથકે પારો ઉંચકાઇને 41.6 રહ્યો હતો જેને કારણે ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમી વધી હતી. એપ્રિલના આરંભથીજ જિલ્લા મથક ભુજમાં ઉનાળાના આકરા તેવર જોવા મળી રહ્યા છે જેને કારણે મે મહિનામાં ગરમીનું જોર કેવું રહેશે તેવા સવાલથી અકળાયેલા રહેવાસીઓએ બપોરે બહાર નીકળવાનું ટાળતાં માર્ગો પર ચહલ પહલ ઓછી થઇ હતી. સૂર્યાસ્ત બાદ ઉષ્ણતામાન ઘટવાની સાથે ન્યૂનતમ 23.2 ડિગ્રી નોંધાયું હતું.