લેવા પટેલ હોસ્પિટલની બહાર જુગાર રમતા 3 ખેલીઓ દબોચાયા

મળતી માહિતી મુજબ/ લેવા પટેલ હોસ્પિટલની બહાર જુગાર રમતા 3 ઇસમોને પોલીસે 2,720ની રોકડ તથા 3,500ની કિંમતના 2 મોબાઇલ ફોન સાથે દબોચી પાડ્યા છે.એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે લેવા પટેલ હોસ્પિટલની બહાર રેડ પાડી હતી.

રેડ દરમિયાન જુગાર રમતા 3 ખેલીઓને દબોચી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન જપ્ત કરી 3 સામે જુગારધારાની કલમ તળે ફરિયાદ નોંધીને વધુ તપાસ આદરી હતી.