મોરબી: પાલિકાના મહિલા સભ્યના દીકરા ઉપર છરી વડે હુમલો કરનાર છ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ/ મોરબીમાં જી.આઇ.ડી.સી. રોડ પનારા પાનથી થોડેક આગળ પાલિકાના મહિલા સદસ્યના દીકરા ઉપર છરી થી હુમલો કરાતા એ ડીવીઝન સ્ટેશનમાં 6 ઇસમો  વિરુધ્ધ ગુનો દાખલ કરાયો છે. પિતરાઇ ભાઈઓ સહિતના ઇસમોએ છરી અને ધોકાથી હુમલો કર્યો હોય ઈસમને ઝડપવા કાર્યવાહી હાથ ધારેલ.