વડોદરાના અલ્પેશ વિનુભાઇ ઠક્કર આર્થિક ભીંસમાં સંકડાયેલા કોન્ટ્રાકટરે હિમ્મત હારી લીધું અંતિમ પગલું.
વડોદરાના લક્ષ્મીપુરા રોડ ખાતે આવેલા શિવાલય બંગલોજમાં રહેતા અલ્પેશ ઠક્કરે બે દિવસ પૂર્વે તેમની પત્ની સાથે ઝેરી દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. તેમાં તેમની પત્નીનો બચાવ થયો પરંતુ અલ્પેશનું મૃત્યુ થયું હતું. અલ્પેશ એક સહ્યોગ ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપની ચલાવતા હતા. તેઓ 3-4 વર્ષમાં શહેર તથા બહાર ગામના મોટા બિલ્ડરોએ પેમેન્ટ અંગે ખાલી વાયદાઓ કરી નાણાં ન આપતા લેણામાં સંકડાયેલા કોન્ટ્રાકટરે પોતાની પત્ની સાથે ઝેરી દવા પીને પોતે જ પોતાની જિંદગી ટૂંકવી લીધી હતી. મૃત્ક અલ્પેશની પત્ની હમણાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓની હાલત હાલે નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. અલ્પેશે મોતને વહાલું કરતાં પહેલા અલવિદા નામનું વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું. આમાં મુંબઈ,અમદાવાદ,પાલનપુર તથા શહેરના કેટલાંક મોટા પાયાના બિલ્ડરો જેમની પાસેથી તેને નાણાં લેવાના બાકી હતા. તેઓને એડ કરી એક સુસાઇડ નોટ લખી અંતે ઝેરી દવા પીને પોતાના જીવનનો અંત કર્યો હતો. બીજી બાજુ પોતાના બનેવીના મૃત્યુથી ના ચોંકાવનારા પગલે શેહરના એક મોટા ગજાના બિલ્ડર વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. સહ્યોગ ઇન્ફ્રાસ્ટ્રકચરના માલિક તરીકે અલ્પેશ વિનુભાઇ ઠક્કર શહેર તથા બહાર ગામના કેટલાક મોટા બિલ્ડરો ગ્રુપ સાથે તેઓ કોન્ટ્રાકટરની જેમ કામ કરતાં જેના પરિણામે 7-8 વર્ષથી તેઓને 9 જેટલા મોટા ગજાના બિલ્ડરો પાસેથી 5 કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા. તમામ બિલ્ડરોએ અલ્પેશને 3-4 વર્ષથી ખાલી વાયદાઓ આપી ધક્કા ઉપર ધક્કા ખવડાવતા હતા. માત્ર વાયદા જ કરતાં એક તબક્કે આર્થિક રીતે કરજામા સંકડાયેલા અલ્પેશે ઠક્કર હિમ્મત હારીને આ પગલું લીધું.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.