એલઓસી પર પાકિસ્તાનને ઇટનો જવાબ પથ્થરથી આપતા ભારતીય શૈન્ય.

ઘણા સમયથી પાકિસ્તાન સરહદ ઉપર સડયંત્ર કરી રહ્યું છે. અવાર-નવાર સીઝ ફાયરના કાયદાનો ભંગ કરી ઉશ્કેરણીજનક હરકતો કરી રહ્યો છે. આ ચાલુ વર્ષે પાકિસ્તાને 747 વખત સીઝ ફાયર ભંગ કરવાની નાપાક હરકતો કરી રહ્યો છે. તેની સામે ભારતીય શૈન્યએ મોતોડ જવાબ આપ્યો છે. કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા ભારતીય શૈન્યએ ચલાવેલા ઓપરેશનને ઘોંચમાં નાખવા માટે પાકિસ્તાને એલઓસી પાસે સીઝ ફાયર ભંગ કર્યો હતો. ઘણા પ્રકરણમાં ભારતીય જવાનો શહીદ થયા છે. જયારે સામાન્ય લોકોના મોત પણ થયા હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે 40 થી વધુ યુવકો આતંકી પ્રવૃતિઓમાં જોડાયા હોવાનું અનુમાન છે. ગત વર્ષે આ સંખ્યા 128 જેટલી હતી. આ ચાલુ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 51 આતંકીઓનો અંત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ભારતના 27 જવાનો શહીદ થયા છે. 778 કિ.મી. લાંબી એલઓસી તથા 178 કિ.મી.ની આંતરરાષ્ટ્રીય બોર્ડમાં પાકિસ્તાને કેટલી વખત સીઝ ફાયરના કાયદાનું ભંગ કર્યું છે. 2016 માં ભારતીય શૈન્યએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈક પછી સીઝ ફાયર ભંગના બનાવો વધતાં જ જાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય શૈન્યએ પણ ઇટ નો જવાબ પથ્થર થી આપ્યો છે. અને પાકિસ્તાનના કેટલાક સોલ્જરોનો ખાત્મો કર્યો છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટી.વી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11: 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *