ગુજરાતમાં તોલમાપના પ્રકરણમાં કેટલાય ગ્રાહકો છેતરાય છે. જુઓ કેટલાક કિસ્સાઓ છે.
ગુજરાતમાં ખાદ્યાન્નમાં મિલાવટ અને ગેરરીતીઓનો પ્રમાણમાં વધારો થયો છે. વિધાનસભામાં આપવામાં આવેલી સંખ્યા પ્રમાણે રાજ્યના 28 જીલ્લામાં તોલમાપમાં ગેરરીતી આચરી હોય તેવું બહાર આવ્યું છે. સરકારને કુલ 14363 ફરિયાદો મળી છે. ગુજરાત રાજયમાં સૌથી વધારે ગેરરીતી વડોદરા જીલ્લામાં થઈ છે. આ જિલ્લાથી વધુ ફરિયાદો મળી છે. ખોરાકમાં મિલાવટ જે રીતે ચલાવી લેવાય નહી તેમજ ચીજવસ્તુઓમાં પણ હયાત વજન કરતાં ઓછું વજન પણ ચલાવી લેવાય નહી. ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા પાડેલી રેડના આંકડા પણ ચોંકાવનારા છે. વિધાનસભામાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે કચ્છમાં 631, બનાસકાંઠામાં 923, સુરેન્દ્રનગરમાં 139,રાજકોટમાં 768,મહેસાણામાં 1826,મોરબીમાં 98,અરવ્વલીમાં 181,સાબરકાંઠામાં 333,વડોદરામાં 2170,પોરબંદરમાં 131,ભવનગરમાં 826,બોટાદમાં 178,પંચમહાલમાં 331 તથા વલસાડમાં 703 કિસ્સા સામે આવ્યા છે. તે દરમ્યાન ગિરસોમનાથમાં 161,દેવભૂમિ દ્વારકામાં 297,તાપીમાં 274,ડાંગમાં 90,ભરૂચમાં 513,નર્મદામાં 55,મહીસાગરમાં 192,દાહોદમાં 188,આણંદમાં 838,અમરેલીમાં 278,ખેડામાં 1131,છોટા ઉદેપુરમાં 161,જામનગરમાં 523,તથા જૂનાગઢમાં 424 જેટલા કિસ્સાઓમાં કાર્યવાહી કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.