બોટાદ ખાતે ડિજીટલ માધ્યમથી રોજગાર ઇ- ભરતીમેળો યોજાશે
બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર તા.૦૯/૦૪/૨૦૨૧ (શુક્રવાર)ના રોજ ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૧૦ પાસની લાયકાત ધરાવનાર ફક્ત પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે ડીલીવરીમેન, સર્વેયર, સેલ્સમેન તથા મીકેનીકની જગ્યા માટે તેમજ ધો.૧૨ પાસની લાયકાત ધરાવનાર ફક્ત પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતેની નિલકંઠ ઈન્ડેન ગેસ એજન્સી એકમ માટે ડિજીટલ માધ્યમથી રોજગાર ભરતીમેળો યોજાશે.
આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૮૪૯ ૨૭૧૩૧૫ સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક: https://forms.gle/oMP5Dxg7VcvsLiJo6 મેસેજથી મળશે, જેમા વિગત ભરી તા.૦૯/૦૪/૨૦૨૧ સવારના ૧૦:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા બોટાદ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.