સુરત બળાત્કાર કેસમાં આરોપી હર્ષની આખી રાત થઈ પૂછતાછ,સફેદ વેગન આર કાર કરાઇ જપ્ત.

સુરતના ચકચારી ડબલ મડર અને બળાત્કાર કેસમાં આરોપી હર્ષની આખી રાત પૂછતાછ કરી છે. આ કેસમાં ગુનામાં વપરાયેલી સફેદ વેગન આર કાર પણ કબ્જે કરી છે. તો હર્ષ તથા હરિસિંહને સાથે રાખીને આ બંને આરોપીઓને ફરીથી તેમના ઘરે લઈ જઈને તપાસ અને પૂછતાછ કરી હતી. આ કારમાં મહિલા અને બાળકને લઈ જવાયા હતા. ત્યાર બાદ કારમાં જ મહિલાને ટૂંપો દઈને તેની હત્યા કરી હતી. કારમાં  હર્ષ,બનવારી,હરિઓમ અને પ્રકાશ નામના ચાર શખ્સો હતા. આ આરોપીઓએ મહિલા અને તેની બાળકીને કારમાં કામરેજથી ભેસ્તાન પ્રિયંકા સોસાયટી તરફ લઈ ગયા હતા. પ્રિયંકા સોસાયટી પાસે બનવારી,પ્રકાશ તથા હરિઓમને હર્ષસાઈ ગુર્જરે ઉતારી નાખ્યા હતા. ત્યાર બાદ કારમાં મહિલાનું ટુવાલ વડે ટૂંપો દઈને તેની હત્યા કરી નાખી હતી. હત્યા પછી સચિન પાસે જિયાવ-બુડિયાના ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક લાશને ફેંકી હતી. આ કારનો માલિક હરિસિંહ છે. તેવું બહાર આવ્યું છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *