મોરબી: યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ/ કેટલાક સમય થી આપઘાતના બનાવો બની રહ્યા છે. ત્યારે મોરબીના એક યુવકે જસમતગઢ ગામમાં આવેલ ટાઇલ્સના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પશ્ચિમ બંગાળના મજૂરે પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની ખબર પડતાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યો હતો આ અનુસાર મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
 
                                         
                                        