જામનગરના સાંઢિયા પુલ નજીકથી બે બોટલ શરાબ સાથે એક્ટિવાચાલક ઝડપાયો

મળતી માહિતી મુજબ/ જામનગરના સાંઢિયા પુલ પાસેથી સિટી સી ડિવિઝન પોલીસે 2 બોટલ અંગ્રેજી શરાબ સાથે નાઘેડી ગામના એક્ટિવા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. જામનગરના ઉદ્યોગનગર સાંઢિયા પુલ પાસે પસાર થઇ રહેલા ચાલકની તપાસ કરતા એક્ટિવા નંબર જીજે-10-સીએલ-9602 માં 2 બોટલ શરાબ સાથે પકડાયા સિટી સી ડિવિઝન પોલીસે તેની 2 બોટલ શરાબ અને એક્ટિવા સહિત રૂા.26,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.