બારડોલી પાસે તેન ગામની સીમમાંથી ગૌવંશથી ભરેલો ટેમ્પો અને ત્રણ શખ્સો ઝડપાયા.
બારડોલી પાસે તેન ગામની સીમમાં નાદિડા ચાર રસ્તા બાજુ જતાં રોડ પર ત્રણ વાછરડા ભરેલા ટેમ્પો સાથે ત્રણ શખ્સોને પણ ત્યાંના રહેવાસીઓની મદદથી પોલીસે પકડી પાડ્યા હતા. નાદિડા ચાર રસ્તાથી બારડોલી બાજુ જતાં રોડ ઉપર તેન ગામની સીમમાં રાત્રીના 9 વાગે એક ટેમ્પોમાં ગૌવંશને ભરીને લઈ જતાં હોવાની ખબરના આધારે પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસને લોકોની સાથે ઉભા જોઈને ગૌવંશથી ભરેલા ટેમ્પોને ત્યાં રોડ ઉપર મૂકીને ત્રણે શખ્સો નાશી જવાની કોશિશ કરવા પહેલા જ ત્યાં ભેગા થયેલા લોકોએ દોડીને ત્રણેયને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીમાં ઇમરાન ઇસ્માઇલભાઈ શેખ રહે, સુરતી ઝાંપા,બારડોલી. અસલમ અનવરભાઇ મિરઝા રહે, જિનરોડ સ્ટેશનની બાજુમાં વ્યારા જી.તાપી. તથા નુરમોહંમદ ઉર્ફે પેટીવાલા ફારુક શેખ રહે, માછીવાડ બારડોલી જી.સુરત. ને સાથે રાખી નંબર પ્લેટ વગરના ટેમ્પાની તલાસી લેતા તેમાં ત્રણ વાછરડા ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.ત્રણેય ગૌવંશને સુરત બાજુ કતલખાને લઈ જવામાં આવતા હોવાની શંકાસપદે પોલીસે પશુ પ્રત્યેનો ઘાતકીપણો અટકાવવાનો ગુન્હો દાખલ કરી ત્રણેયને ઝડપી પાડ્યા. તેમજ વાછરડાઓને પાંજરાપોળ મોકલી ટેમ્પો જપ્ત કરી વધુની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.