પાટણમાં એક કપૂતે કર્યો સૃષ્ટિ વિરુદ્ધ કર્યું કૃત્ય, પોતાની જ માતા પર ગુજાર્યો બળાત્કાર.
ગુજરાત રાજ્યમાં ઘણા એવા બનાવો બની ચૂકયા છે. જે આપણે વિચારી પણ નથી શકતા પિતા દ્વારા દીકરી ઉપર બળાત્કાર , કાકા દ્વારા ભત્રીજી ઉપર બળાત્કાર જેવી કેટલીક ઘટનાઓ બહાર આવી રહી છે. તો બીજી બાજુ આ બનાવને જોઈએ તો એવું લાગી રહ્યું છે કે, હવે દુનિયાનો અંત આવી ગયો છે. પાટણની આ ઘટનાએ તો બધી જ હદો પાર કરી ચૂકી છે. અહીંયા સગા પુત્રે જ માતા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ પાટણના જળચોક વાડિયાવાસ વિસ્તારમાં બન્યું છે. જ્યાં 22 વર્ષના સગા પુત્રએ તેની માતા ઉપર દુષ્કર્મ આચર્યો છે. માનસિક રીતે વિકૃત મગજના યુવકે મોડી રાત્રિના માતા જ્યારે નિદ્રામાં હતી તે સમયએ તેની ઉપર દુષ્કર્મ આચાર્યો હતો. સમગ્ર પ્રકરણમાં પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે માતા તથા પુત્રની મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવક ગામની મોબાઇલની દુકાનમા નોકરી કરતો હતો. આ સમગ્ર પ્રકરણમાં ગામના લોકો કંઇપણ બોલવા માટે તૈયાર નથી. પોલીસે ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને આ કૃત્ય કર્યું હોવાનું તેના મોઢથી જ કબુલ કરાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યા બાદ જેલમાં ધકેલી નાખવામાં આવ્યો હતો.પાટણમાં પોતાની માં જનેતા સાથે હવસમાં ભાન ભૂલીને કપૂતે બળજબરી પ્રકૃતિના વિરુદ્ધ કાર્ય કરવાનું માતાએ જ્યારે પોલીસ સ્ટેશન આવી ઘટસ્ફોટ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી અને સમગ્ર મામલે માતાએ ફરિયાદ નોંધાવી હતી. પાટણ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ શહેરમાંથી પાટણ પોલીસે નરાધમ પુત્રને ઝડપી પાડ્યો હતો. અને માતા સહિત પુત્ર બન્નેના મેડિકલ ચેકઅપ પછી જ નિવેદનો લઈ આગળની કાર્યવાહી કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.