જુનાગઢ: ભાલાનાં ધા મારી ગૌવંશની કરાઇ કરપીણ હત્યા
 
                
મળતી માહિતી મુજબ/ જુનાગઢ: મજેવડીમાં ભાલાનાં ધા મારી અજાણ્યા ઇસમોએ ગૌવંશની હત્યા કરી નાંખતા ગ્રામજનોમાં રોષ લાગણી ફેલાઈ હતી. જુનાગઢ તાલુકાના મજેવડી ગામમાં મંગળવારે સાંજે રખડતા ગૌવંશ-ખુટીયાને લાકડામાં ફીટ કરી બાદમાં અજાણ્યા ઇસમોએ તિક્ષ્ણ હથિયાર ભાલા વડે ખુટીયાના પેટમાં ધા મારી લોહીલોહાણ કરી નાખ્યું હતું. ક્રુર રીતે ભાલાનાં ઘા ઝીંકવામાં આવતા ગૌવંશ-ખુટીયા ગંભીર ઇજા થવાથી તરફડીને મરી ગયો હતો.આ બનાવથી ગામ લોકોમાં અરેરાટી સાથે રોષ ફેલાયો હતો.જુનાગઢ તાલુકાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.આર.ભેટારીયાએ ફરીયાદ બની અજાણ્યા શખ્સ સામે ગૌવંશની હત્યાની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        