કોઈ અજાણ્યા શખ્સોએ રાજકોટના આંગડિયા પેઢીના કર્મચારીને ધક્કો મારી કરી 20 લાખની લૂંટ.

રાજકોટ શહેરના લીંબડા ચોક વિસ્તારમાં સોના-ચાંદીના દાગીનાની લૂંટ થવાનો બનાવ બહાર આવ્યો છે. બે શખ્સો દ્વારા આંગડિયા પેઢીના કર્મચારીને ધક્કો મારીને સોના-ચાંદીથી ભરેલા દાગીનાનો બેગ લઈને ત્યાંથી નાસી છુટ્યા. આ બેગમાં 20 લાખથી પણ વધુનો મુદ્દામાલ હોવની સંભાવના છે. લીંબડા ચોકની આ સમગ્ર પ્રકરણ સી.સી.ટી.વી.ના કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીમાંથી મળતા ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિત અનુસાર સોરઠિયા વાડી પાસે આવેલ અક્ષર આંગડિયાના બે કર્મચારીઓ સુરત મોકલવાના મુદ્દામાલ લઈને લીંબડા ચોક ગયા હતા જ્યાં તેઓ ખાનગી બસમાં જવાની તૈયારી જ કરી રહ્યા હતા તેવામાં જ બે અજાણ્યા શખ્સોએ આંગડિયાના બે કર્મચારીઓને ધક્કો મારી તેમની પાસેથી બેગ લઈને નાસી છૂટ્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *