ભુજથી મીરજાપર જતાં હાઇવે પર વેપારીઓ દ્વારા રસ્તા ઉપર રાખવામાં આવ્યા ખૂલે આમ લોખંડના શળીયા.

ભુજથી મીરાજપર જતાં ભગવતી હાઇવે પાસે વેપારીઓ દ્વારા ખૂલે આમ રસ્તા ઉપર લોખંડના શળીયા રાખવામાં આવે છે. જેના લીધે ત્યાંથી પસાર થતાં ઘણા લોકોને તેમજ ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને પણ તકલીફનો સામનો કરવો પડે છે. ઘણીવાર અકસ્માતો પણ સર્જાય છે. છતાં પણ તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તો આ બાબતે લાગતાં વડગતા અધિકારીઓ કેમ ધ્યાન આપતા નથી શું તેમના દ્વારા આ વેપારીઓને બહાર લોખંડ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ વેપારીઓને જાણે તંત્રની જરાય પણ બીક ન હોય તેમ ખૂલે આમ રસ્તા ઉપર લોખંડના શળીયા રાખવામાં આવે છે. તો શું લાગતાં વડગતા તંત્ર આ બાબતે જાગૃત નહિઁ થાય શું વેપારીઓ સામે કડક પગલાં નહિ લે કે પછી આ બાબતે લાગતાં વડગતા અધિકારીઓ દ્વારા જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવે છે.આમ ભુજમાં ઠેર-ઠેર તંત્રની બેદરકારીઓ સામે આવી રહી છે. આ બધા પાછળ તંત્રની ઢીલી નીતિ હોય તેવું લાગી રહ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.