રાજકોટમાં આવતા 2 દિ’ની અંદર સ્વયંભુ લોકડાઉનની શકયતા નહીવત

મળતી માહિતી મુજબ/ રાજકોટ: કોરોનાની પ્રવર્તમાન ભયાનક ચેઈનને તોડવા માટે 2થી 5 દી’નું લોકડાઉનનો જ વિકલ્પ શ્રેષ્ઠ હોવાનું સૂચન કરીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે સરકાર સમક્ષ લોકડાઉનની માંગ કરી હતી. અન્યથા વેપારીમંડળ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરશે તેવી ચેતવણી કરી હતી. પણ આવતીકાલ અને પરમદિવસના વિકએન્ડનાં વેપારી મહામંડળ સ્વયંભુ લોકડાઉન વિશે લઈ શકવાની સ્થિતિમાં નથી એટલે કાલ અને પરમદિવસે સ્વયંભુ બંધ જાહેર થવાની શકયતા ઓછી છે.