રાજકોટ શહેરમાં 2 લાખથી વધુના લોકોએ કોરોના રસી આપવી લીધી

મળતી માહિતી મુજબ/ રાજકોટ: 16 જાન્યુઆરીથી પહેલા તબકકાનું વેકક્શિન ચાલુ કરાયા પછી 45 વર્ષ વધીની ઉંમરના લોકો માટે પણ રસી ચાલુ થતા અત્યાર સુધીમાં ખુબ સારી પ્રગતિ થઈ હોય તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે. શહેરમાં આજ સુધીમાં 2 લાખથી વધુ નાગરીકોને વેકસીનનો પહેલો ડોઝ અપાઇ ગયો છે. તો છેલ્લા સમયમાં નિયમિત યોજાતા વેકસીનેશન કેમ્પના પગલે પણ નાગરીકો ધીમી ગતિએ સલામત થવા તરફ જઇ રહ્યા છે. ફ્રન્ટલાઇન વોરીયર અને રાજકોટમાં કોરોના વોરીયરની જેમ સતત કામગીરી કરી રહેલા મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ અને આરોગ્ય સહિતની શાખાઓની ટીમ ટેસ્ટીંગની જેમ વેકસીનેશનમાં પણ ફુલટાઇમ એકટીવ છે. તેમાં ગઇકાલ સુધીમાં વેકસીન લેનારા નાગરીકોની સંખ્યા ર લાખને પાર થઈ ગઇ છે.