ભ્રુજ શહેરમાં થયેલ એક્ટીવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભૂજ શહેર એ ડીવીઝન પોલીસ

89484d62-725d-4107-bac6-9adcf439858d

મે. પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.-પંચાલ સાહેબ ભુજવિભાગ ભુજનાઓ સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ.ચૌઘરી નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ના એ પાર્ટ ગુ.ર.ન-૦૪૦૨/ર૦૨૧ ઈ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો ગુનો તા-૦૪,:૦૪/૨૦૨૧ બનેલ જે ગુનાનો ભેદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફની ટીમ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ તથા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ સી.સી.ટી.વી કેમેરા ના ઉપયોગ થી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજાનાઓને બાતમી હકીકત મળેલ કે એક ઈશમ નંબર પ્લેટ વગરની એક્ટીવા સાથે એક ઈશમ હાલે પ્રમુખસ્વામી નગર પાસેથી પસાર થવાનો હોઈ તેવી ભરોસાપાત્ર બાતમી હકીકત આધારે પ્રમુખસ્વામીનગર ચોકડી પાસે સર્વેલન્સ સ્ટાફ ની ટીમ બનાવી વોચમાં હતા તે દરમ્યાન મજકુર ઈશમ નંબર પ્લેટ વગરની એક્ટીવા સાથે પસાર થતાં તેને રોકી એક્ટીવા ના એન્જીન નંબર તથા ચેચિસ નંબર પોકેટકોપ મોબાઈલ માં સર્ય કરતાં સદર એક્ટીવા ઉપરોક્ત ગુના કામે ચોરાયેલ ફોવાનું જણાઈ આવેલ છે.જેથી આરોપીને કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.