અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કોંગ્રેસી નેતા સલમાન ખુરશીદનો વિદ્યાર્થી સાથેનો સીધો સંવાદ.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ડો.બી.આર આંબેડકર હોલ ખાતે યોજાયલી વાર્ષિકોત્સવમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી તથા કોંગ્રેસનાં માનનીય નેતા સલમાન ખુર્શીદે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તે દરમ્યાન વિદ્યાર્થીઓએ ખુર્શીદની સામે આકરા સવાલો કર્યા હતા. જેના જવાબો તેમણે ખુલીને આપ્યા હતા. સલમાન ખુર્શીદે ટ્રિપલ તલાકને લઈને વિદ્યાર્થીઓને જાગૃત કરતાં અલીગઢ સાથેના તેમના જૂના સંબંધોને તાજા કર્યા હતા. તેમજ તેમણે એ પણ કહ્યું કે, “મને એ વાતનો અફસોસ છે કે મારી કેળવણી અહીંયા ન થઈ.” એએમયુના વિદ્યાર્થીઓએ તેમને એક પછી એક તીખા સવાલો પુછયા. જેમાં એક વિદ્યાર્થીના સવાલનો જવાબમાં સલમાન ખુર્શીદે કહ્યું હતું કે કોંગ્રેસનાં કપડાં પર મુસલમાનોના લોહીના ડાઘઓ લાગેલા છે. હું પોતે પણ કોંગ્રેસનો એક નેતા છું. જેથી મારા કપડાં ઉપર પણ મુસલમાનોના લોહીના ડાઘ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.