ચિત્રાના જી.આઇ.ડી.સી.પ્લોટ નં.1માં ભયાનક આગ લાગતાં મોટો પ્લાસ્ટિકનો જથ્થો સળગીને રાખ બન્યો.

ચિત્રા શહેરના જી.આઇ.ડી.સી. ના પ્લોટ નં.1માં પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આજે સવારના અરસામાં આગનો બનાવ બન્યો હતો. ક્ષણભરમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં મોટો પ્લાસ્ટિકનો જથ્થો સળગીને રાખ બની ગયો હોવાનું જાણવા મળ્યું છે. ચિત્રા જી.આઇ.ડી.સીમાં આવેલા મુરાદભાઈ બાવુદ્દીનભાઈ ઇસરાણીની માલિકીના પ્લોટ નં.1 પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આજે સવારના અચાનક લાગેલી આગના બનાવ બનવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ સ્ટાફ બનાવસ્થળે પહોંચી આવ્યા હતા. આ આગને શાંત કરવા ચાર ગાડી પાણીનો મારો મારવામાં આવ્યો હતો. આ આગમાં પ્લાસ્ટિકનો મોટો એવો જથ્થો સળગીને રાખ બન્યાનું જાણવા મળ્યું છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *