જંબુસર તાલુકાનાં ઉચ્છદ ગામમાંથી પોલીસે 1.37 લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો.

જંબુસર તાલુકાનાં ઉચ્છદ ગામ રાણીયા વગામાં પીરામલ ગ્લાસની પાછળની સાઈડ ઇંગ્લીશ દારૂની કટિંગ ચાલતી હોવાની પોલીસને જાણ થતાં જેની આધારે વેડચ પોલીસને બાતમીના સ્થળ પર તપાસ કરી હતી.ત્યાં એક ખાડામાં ઉચ્છદ ગામના ઠાકોર ઉર્ફે ભાયો હીમત ઠાકોર ઇંગ્લીશ દારૂનો વેપલો કરી રહ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી ઇંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની પેટીઓ તેમજ બિયરના ટીન મળીને કુલ 1009 નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ. 1.37.200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. પણ આરોપી ઠાકોર ઉર્ફે ભાયો હિમત ઠાકોર ફરાર થવામાં કામયાબ રહ્યો હતો. વેડચ પોલીસે ગુન્હો દાખલ કરી ફરાર આરોપીની ધરપકડ કરવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *