ગાંધીધામ વોર્ડ નંબર 13 ની એમ. આઈ. જી કોલોનીમા લોકો પ્રાથમિક સગવડ ન મળવાથી નારાજ

ગાંધીધામ મધ્યે આવેલી વોર્ડ નંબર 13 ની એમ.આઈ.જી કોલોની માં લોકો નગરપાલિકાના કામથી નાખુશ છે. લોકોના કહેવા પ્રમાણે પાણી થી લઈને ગટર સુધી ની સમસ્યા લોકો વર્ષોથી વેઠી રહ્યા છે. કેટલાક દિવસો સુધી પાણી આવતું નથી અને જ્યારે આવે છે ત્યારે ગટર વાળું પાણી આવે છે ગટર આ વારંવાર ભરાઈ જાય છે. કેટલાક દિવસો સુધી પાલિકાના માણસો સાફ કરવા આવતા નથી જ્યારે આવે છે ત્યારે પોતાની સાથે કાંઈ સાધન લાવતા નથી જે ગટર સાફ થયેલ હોય તેના ફોટા પાડી આગળ મોકલાવી દે છે તે ઉપરથી નગરપાલિકા આમ જનતાની વાત સાંભળતી નથી અને આંખ આડા કાન કરી દે છે. લોકોનું કહેવું છે કે ચુંટણી દરમિયાન પાણી ખૂબ જ આવે છે. એટલું બધું આવે છે કે પાણી સંગ્રહ કરવાનું સાધન પણ ખૂટી જાય છે. અને ચૂંટણી બાદ ફરીથી સમસ્યા થઈ જાય છે. હવે કાઉન્સિલર પણ લોકોની વ્યથા સાંભળતા નથી પ્રાથમિક સગવડ સારી રીતે મળે તેવી લોકમાંગ ઉઠી છે.
રિપોર્ટ બાય: નિર્મલસિંહ જાડેજા-અંજાર