કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારના વરાડીયા ગામેથી ગેરકાયદેસર જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એન.યાદવ, નખત્રાણા વિભાગ નખત્રાણા, તથા એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ ઇન્સ. એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજના કર્મચારીઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, કોઠારા ગામનો રમેશ બેચરલાલ વેલાણી (પટેલ) વરાડીયા ગામની દક્ષીણ બાજુની સીમમાં,તૈયા તળાવ પાસે પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં ઓરડીમાં ગેરકાયદેસર રીતે સફેદ કલરનુ જવલનશીલ પદાર્થ ગેર કાયદેસર રીતે વાહનોમાં ભરી વેચાણ કરે છે, જે મળેલ હકીકત અંગે તુરંત જ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સફેદ કલરનુ જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થ ભરેલ ર૦૦૦-ર૦૦૦ લીટરની ક્ષમતા વાળી ત્રણ ટાંકીઓ તથા ૧૦૦૦-૧૦૦૦ લીટરની ક્ષમતા વાળી બે ટાંકીઓ આશરે ૮૦૦૦ લીટર સફેદ કલરનુ જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થ મળી આવતા સફેદ કલરનુ જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે કોઠારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.