માંડવી તાલુકાના ગઢસીશા ગામે જૈન મહાજન વાડી મધ્યે રેપીડ ટેસ્ટ તેમજ RTPCR ના સેમ્પલ લેવામાં આવ્યા

માંડવી તાલુકાના ગઢસીશા ગામે જૈન મહાજન વાડી મધ્યે રેપીડ ટેસ્ટ તેમજ RTPCR ના સેમ્પલ લેવા માં આવ્યા P.H.C મોટી ભાડઇ અને ગઢસીશા પોલીસ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે તેમજ ગઢસીશા પોલીસ સ્ટેશન ના પી.આઈ. આર.ડી.ગોજીયા સાહેબ ના સહયોગ થી જૈન સમાજવાડી માં સુપર સ્પ્રેડર લોકો ના રેપીડ ટેસ્ટ 30 જેટલા અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓ ના 33 જેટલા લોકો ના RTPCR સેમ્પલ લઈ ભુજ મોકલવામાં આવ્યા હતા ખાસ કરીને પોલીસ ઇન્સ્પેકટર ગોજીયા સાહેબે મધ્યમ વર્ગ ના લોકો અને ના ના ધંધા રોજગાર કરતા લોકો ચા ની હોટેલ વારા કે ખાણી પીણી ને શાકભાજી વારા વેપારીઓએ વધુ પ્રમાણ માં આનો લાભ લે ને સેમ્પલ આપવા માં બિલકુલ ગભરાવવા વગર સેમ્પલ આપવા અપીલ કરી હતી ને ગોજીયા સાહેબ ને નાના વેપારીઓ એ સમર્થન આપી ને હાજર રહી ને સેમ્પલ આપ્યા હતા અને કામગીરી ને બિરદાવી હતી આ કામગરી માં P.H.C ના ડોકટર હાર્દિક પંડ્યા.વિરાજ કાવડીયા. મહેશમોરી. રાજધારક.શૈલેશપટેલ.ભવદીપ ગોસ્વામી.સેમ્પલ લેવા માં મદદ કરેલ અને ગઢસીશા ના જૈન સમાજ અગ્રણી સોહિતભાઈ દેઢિયા.શાંતિભાઈ. રાજુભાઇ ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોટબાય: દિલીપજોષી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢસીશા