ગરબાડા તાલુકાનાં ભે ગામે જમીનના મુદ્દે પિતા-પુત્રીને ધારિયાના ઘા ઝીંકયા.
ગરબાડા તાલુકાનાં ભે ગામના ભાગોળ ફળિયામાં થયેલા ઝઘડામાં પિતા-પુત્રી બંનેને ધારિયા વડે મારીને ઇજા કરતાં પોલીસ ફરિયાદ થઈ છે. ભે ગામે ભાગોળ ફળિયામાં રહેતી ચંપાબેન ભૂરીયા તેના પિતાની વાવેતર વાળી જમીનમાં ટોપલા વડે ખાતર નાખવા માટે જતી વખતે અમરસિંહ ભૂરીયા,રાહુલ ભૂરીયા અને વનીતાબેન ભૂરીયા વગેરે ત્યાં દોડી આવ્યા હતા. અને આ જમીન અમે 20 વર્ષોથી ખેડીએ છીએ અને તેમાં તમારો કોઈ જ ભાગ નથી એમ કહીને ગાળો બોલવા લાગતાં ચંપાબેન ભૂરીયાએ તેઓને ગાળો બોલવાની ના પાડતા તેમજ આ જમીન આપના પિતાની વેચાણ રાખેલ છે. એમ કહેતા ત્રણ જણા ઉશકેરાઈને ચંપાબેનને માથાના ભાગે ધારિયું મારી અને રતનાભાઈને કમ્મરના ભાગે ઉંધુ ધારિયું મારીને ઇજાઓ પહોંચાડી હતી.અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે દરમ્યાન આ બનાવની ફરિયાદ ગરબાડા પોલીસે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.